પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં વિશાલપાન વાળી શેરી માં મોડી રાત્રિના સમયે લાઈટને અજવાળે જુગાર રમતા આઠ બાજીગરોને પોરબંદર એલસીબી એ રૂ.૨૫,૮૦૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
જુનાગઢ રેંજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/ જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ.
જે સૂચના અનુસંધાને પોરબંદર એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પોરબંદર શહેર કડિયા પ્લોટ વિસ્તારમાં નાઈટ રાત્રી પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન હેડ કોસ્ટેબલ લખમણભાઇ ઓડેદરા તથા વિરેન્દ્રસિંહ પરમાર ને હકીકત મળેલ કે કડિયા પ્લોટ વિસ્તારમાં વિશાલપાન વાળી શેરીમાં મોડી રાત્રિના જુગાર રમાય છે.
ત્યારે મળેલ હકીકતની જગ્યાએ તપાસ કરતા મોડી રાત્રીના જાહેર માં જુગાર રમતા આઠ પુરુષોમાં (૧)સંજય ગોવિંદભાઈ ઢાકેચા ઉંમર વર્ષ ૪૪ રહે કડિયા પ્લોટ શેરી નંબર ૪ વાલ્મિકી વાસ પોરબંદર(૨) શૈલેષ રામજીભાઈ ઢાકેચા ઉમર વર્ષ ઉ.વ.૪૫ રહે કડિયા પ્લોટ ખાડી કાંઠે પોરબંદર (૩) મનીષ નારણભાઈ જેઠવા ઉંમર વર્ષ ૨૭ રહે કડિયા પ્લોટ શેરી નંબર ૪ વાલ્મિકી વાસ પોરબંદર(૪) હર્ષદ નારણભાઈ જેઠવા ઉંમર વર્ષ ૩૧ રહે કડી પ્લોટ શેરી નંબર ૪ વાલ્મીકી વાસ પોરબંદર(૫) હિતેશ બાબુભાઈ પાટણેચા ઉ.વ.૩૧ રહે કડિયા પ્લોટ વિશાલપાન વાળી શેરી પોરબંદર(૬) જીગ્નેશ ચીમનભાઈ ઢાકેચા ઉ.વ.૨૩ રહે બોખીરા સરકારી આવાસ બ્લોક નંબર ૩૦/૨૭ પોરબંદર(૭) પ્રશાંત રાજુભાઈ બાપોદરા ઉંમર વર્ષ ૨૫ રહે કડિયા પ્લોટ શેરી નંબર ૮ પોરબંદર અને(૮) રસિક ખીમાભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૫ રહે કડીયા પ્લોટ વણકરવાસ ક્લાસિક પાન સામે પોરબંદર વાળાઓને ગંજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂપિયા ૨૫,૮૦૦ ના મુદ્દામાલ આઠેય ઈસમોને પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા તથા એ.એસ.આઇ રાજેન્દ્રભાઈ જોશી, રણજીત સિંહ દયાતર,ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરુ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન એ.એસ.આઇ લખીબેન મોકરીયા તથા રૂપલબેન લગધીર તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માળીયા વિગેરે રોકાયેલ હતા
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ


