પોરબંદર જિલ્લામાં એલ.સી. બી. ની ટીમે એક સફળ રેઈડ કરી છે. રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે પાઠકડા સીમમાં આવેલ બંધ સીમશાળા માં એલ.સી.બી. ની ટીમે સીમશાળા ની પાછળ ના ભાગે બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલના બોક્ષ નંગ. ૮૦, નાની બોટલો નંગ ૩૮૪૦ કિ.રૂ. ૬, ૮૨, ૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે દરોડા સમયે હાજર અને અંધારા નો લાભ લઈ નાચી જનાર શખ્સ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી પ્રસંશનીય કામગીરી કેરલ છે.

જે સૂચના અનુસંધાને પોરબંદર એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં નાઈટમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એ. એસ.આઈ. ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોસ્ટેબલ સલીમભાઈ પઠાણને હકીકત મળેલ કે રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામની
પઠાકડા સીમ માં આવેલ બંધ પડતર સીમશાળા માં પાછળના ભાગે આવેલ બાથરૂમ માં રાણા વડવાળા ગામ તુંમડતોલનેશમાં રહેતા રામા મુરૂભાઇ ચાવડા ગેરકાયદેસર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલો ના જથ્થાની હેરાફેરી કરવાનો છે.
તેવી હકીકત મળતા તુરંતજ હકીકત વાળી જગ્યાએ જઈને રેઈડ કરતા મજકુર રામા મુરૂભાઇ ચાવડા હાજર હોય જે પોલીસ સ્ટાફને જોઈ ને સીમશાળાની દીવાલ કૂદીને બાવળની કાટમાં અંધારામાં નાચી ગયેલ અને મજકુર એ સીમશાળામાં પાછળ આવેલ બાથરૂમમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કંપની શીલ પેક કાચના તથા પ્લાસ્ટિકના ચપટા (નાની બોટલો) ભરેલ પુઠ્ઠા ના બોક્ષ-૮૦ ચપટા (નાની બોટલા) નંગ ૩૮૪૯ કિ. રૂ. ૬,૮૨,૮૦૦ નો મુદ્દામાલ મળી આવતા નાચી જનાર આરોપી રામા મુરૂભાઇ ચાવડા વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન નો ગુન્હો રજીસ્ટર કરાવી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
નાચી જનાર આરોપી રામા મુરૂભાઇ ચાવડા વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ એક એક ગુન્હો નોંધાયેલ છે. જયારે વર્ષ ૨૦૨૧ માં તેમની સામે પાસાની પણ કાર્યવાહી થયેલ છે. બાદ માં નવેમ્બર ૨૦૨૨ માં એક પ્રોહી. નો કેસ નોંધાયેલ હોવાનું બહાર આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા તથા એ.એસ.આઇ બટુકભાઈ વિંઝુડા,રાજેન્દ્રભાઈ જોશી, ગોવિંદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર,મુકેશભાઈ માવદીયા તથા હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા,વિરેન્દ્રસિંહ પરમાર,તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા
રિપોર્ટર : વિરમભાઈ કે આગઠ

