નેત્રંગ પોલીસ સ્ટેશનને તેના અંગત બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે, કોયલીમાંડવી ગામના વડ ફળિયામાં રહેતા વિપુલ ગુલાબ વસાવાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વિપુલ વસાવાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે પોતાના ઘરમાં સંતાડ્યો છે.
દરોડા દરમિયાન, પોલીસને ઘરના આગળના ભાગમાં સીડીની નીચે રાખેલા પ્લાસ્ટિકના કોથળામાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૨૭ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. ૬,૪૨૦/- થાય છે.
પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને વિપુલ ગુલાબ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


