SURENDRANAGAR : ઈશનપુર નજીક કારમાંથી રૂ. 1.44 લાખનો દારૂ ઝડપાયો

0
96
meetarticle

હળવદ તાલુકાના ઈશનપુર ગામ નજીક કારમાંથી પોલીસે ૧.૪૪ લાખની કિમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. લઈને કાર અને મોબાઈલ સહીત ૪.૯૪ લાખનો કુલ મુદામાલ જપ્ત કર્યો.

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે એક સ્વીફ્ટ કારમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી હળવદ પોલીસને મળતા દરોડો પાડયો હતો. દરોડામાં સ્વીફ્ટ કાર (જીજે-૦૧-આરબી-૦૫૬૫)ની તપાસ કરતા દારૂની ૨૪ બોટલ અને બિયરના ૨૫૧ ટીન મળીને કુલ રૂ.૧,૪૪,૬૮૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂ.૪,૯૪,૬૮૦નો મુદામાલ જપ્ત કર્યો છે. તપાસમાં આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત (રહે.વાસુદેવનગર સોસાયટી, હળવદ)નું નામ ખુલતા પોલીસ તપાસ ચલાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here