ગુજરાતમાં દારૂ મળતો નથી એ વાત ને બુટલેગરોએ ખોટી પાડી છે.દારૂ બંધી વાળા રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ દારૂ ની હેરાફેરી થાય છે એની સાબિતી. ડેડીયાપાડા માંથી દારૂ ભરેલી ક્રેટા ગાડીમાંથી3.50 લાખનો દારૂ અને 5 લાખની ગાડી સાથે આરોપીઓ પકડીને પુરાવો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં
ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી
કરતાંડેડીયાપાડા વિસ્તારના હાટ બજાર પાસેઆવેલ પી.ડબ્લ્યુ.ડી.ની કચેરીની પાર્કિંગમાં વિદેશી દારૂની હેરાફેરી તથા કટીંગ થઇ રહેલ હોવાની ચોક્કસ બાતમી ને આધારે
ડેડીયાપાડાના પી.ડબ્લ્યુ.ડી.ની કચેરીની પાર્કિંગમાં રેઇડ કરતાં એક સફેદકલરની ક્રેટા રજીસ્ટ્રેશન નં. જી.જે.-૭-ડીસી-૫૧૦૦ની જે ફોરવ્હીલ ગાડી સાથે એક ઇસમ વિદેશીદારૂની હેરાફેરી કરતો પકડી પાડેલ છે.
ગાડીની ઝડતી કરતાં ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશીદારૂની નાની-મોટી બોટલ મળી કુલ-૧,૨૧૨ મળતા કિ.રૂ.૩,૫૦,૧૯૦/- તથા ફોરવ્હીલ ગાડી-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૫૦,૧૯૦/-નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.
આરોપી કિશનભાઇ હર્ષદભાઇ તડવી રહે. વૈકુઠ ફળીયુ ડેડીયાપાડા તા.ડેડીયાપાડા ને ઝડપી પાડી કાયડેસર ની કાર્યવાહી હાથ ધરી છે
જયારે આશિફ ઉર્ફે પયો અસરફભાઇ મોગલ રહે. પારસી ટેકરા ડેડીયાપાડાને વોન્ટેડ જાહેર કર્યો છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા


