GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ

0
99
meetarticle

વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઇ શકે છે

2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા પક્ષ અને વિપક્ષ માટે સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે. પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. 17 મહાનગરપાલિકા, 149 નગરપાલિકા અને 33 જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 33 જિલ્લા પંચાયતમાંથી 17 અને 97 તાલુકા પંચાયત માટે નોટિફિકેશન જાહેર કરી દેવાયા છે. રાજ્યમાં પ્રથમવાર 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. જેથી પંચાયત વિભાગે નવેસરથી બેઠક અને અનામત ફાળવણી કરી રાજ્ય ચૂંટણી આયોગને જિલ્લા અને તાલુકા પંચાયતોના નોટિફિકેશન સોંપ્યા છે.

નવેસરથી અનામતને આધારે થયેલી બેઠકોની ફાળવણીમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા પેસા એક્ટ હેઠળ રહેલા જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC વર્ગો માટે અનામતનું ધોરણ 50 ટકાથી વધારે રહ્યું છે.

પેસા એક્ટનો અમલ ધરાવતા ડાંગ,નર્મદા અને તાપીમાં એક પણ બેઠક સામાન્ય રહેશે નહીં. ત્રણ પૈકી ડાંગમાં માત્ર એક જ બેઠક SC અનામત છે. જ્યારે બાકીની તમામ 17 બેઠક ST રિઝર્વ રહેશે. તો હવે સૌરાષ્ટ્રના બોટાદ અને જામનગર જેવા જિલ્લામાં પણ હવે એસટી માટે એક- એક બેઠક અનામત રહેશે.

તો ચાલુ વર્ષે ગુજરાતની એકસાથે 9 નગરપાલિકાને મહાપાલિકાનો સરકારે દરજ્જો આપી દીધો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું કે એક સાથે આટલી પાલિકાને મનપાનો દરજ્જો મળ્યો હોય. નવા વર્ષના પ્રથમ દિવસે જ સરકારે આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં અગાઉ આઠ પાલિકા મહાપાલિકા હતી. હવે તેની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. નવી મનપાઓમાં 13 વોર્ડ અને 52 બેઠકની શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારા થોડા જ મહિનાઓમાં યોજાઇ શકે છે.

કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આવનારા એક મહિનામાં સીમાંકનની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. ગાંધીનગર સ્થિત ટોચના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 6 મહિનામાં આવવાની છે તે પહેલા જ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here