ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ………
જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે બાતમી હકીકત મળેલ કે, રંગપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૧૧૧૮૪૦૦૮૨૦૦૩૫૯/૨૦૨૦ પ્રોહી.એક્ટ કલમ.૬૫(એ.ઈ),૯૮(૨), ૮૧,૮૩ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી બોડેલી અલીપુરા ચોકડી પાસે ઉભેલ છે અને પાવગઢ દર્શન કરવા સારૂ જવાનો હોય તેવી બાતમી હકિકત આધારે બોડેલી અલીપુરા ચોકડી પાસે જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ પ્રવીણભાઈ દલસુખભાઈ પંચાલ ઉ.વ.૬૨ રહે.એ-૨૯ સ્વસ્તીક સોસાયટી, કામરેજ ચાર રસ્તા, પોસ્ટ.નવાગામ, તા.કામરેજ, જી.સુરત નાનો હોવાનું જણાવેલ. સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે, આજથી આશરે પાંચેક વર્ષ પહેલા છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં મારૂ નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) જે મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર


