GUJARAT : લોઢવાના યુવા આગેવાન *રામ સામત વાળા દ્વારા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને રજુઆત કરી તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીફ પાક ખરીદવાની નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવા રજુઆત..

0
35
meetarticle

ખેડૂતોના હિતમાં “પ્રથમ નોંધણીકારને પ્રથમ નંબર” નિયમમાં સુધારા કરવાની રજૂઆત લોઢવા ગામ તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, ટેકાના ભાવે ખરીફ પાક ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી છે.હાલમાં કાર્યરત પદ્ધતિ મુજબ, જે ખેડૂત સૌ પ્રથમ નોંધણી કરે છે તેને પ્રથમ નંબર આપવામાં આવે છે. આથી ગામડાંઓમાં ખેડૂતોને લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે, રાતભર ભૂખ્યા પેટ નોંધણી કેન્દ્ર પર બેસવું પડે છે અને ટેકનિકલ સુવિધા ન હોવાને કારણે અનેક ખેડૂતો પાછળ ધકેલાઈ જાય છે.

પરિણામે, નાના ખેડૂતોને વેચાણ વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ પરિસ્થિતિને દૂર કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે નોંધણી પૂર્ણ થયા બાદ વેચાણ માટે આવવાનો ક્રમ રેન્ડમ કમ્પ્યુટર જનરેટેડ સિસ્ટમ (Random Allotment) અથવા લોટરી સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે. આથી દરેક ખેડૂતને સમાન તક મળશે, લાઈન લગાવવાની જરૂર નહીં પડે અને ખેડૂતોને અનાવશ્યક તકલીફથી મુક્તિ મળશે.ખેડૂતોની આ ન્યાયસંગત માંગ પર સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી તાત્કાલિક સુધારા કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

REPOTER : દિપક જોષી ,પ્રાચી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here