VADODARA : વાઘોડિયા ના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર સક્રીય રાજકારણ માં હુંકાર સાથે એન્ટ્રી

0
154
meetarticle

વાઘોડિયા તાલુકાના 136 મત વિસ્તારમાં સતતં પાંચ છ ટમૅ સુધી વિધાનસભા ની ચૂંટણી ઓ લડીને ધારાસભ્ય તરીકે ચુંટાઈ ને વિકાસ ના કામો અંગે દબંગાઈ થી હુંકાર ભરીને મતદારો નાં દિલોદિમાગ પર છવાઈ ગયાં હતાં

ત્યારે ભાજપ પક્ષ દ્વારા ફરી રીપીટ ન કરતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી કમનસીબે હાર નો સામનો કરવો પડ્યો હતો ત્યારે થોડા સમય ના વિરામ બાદ ફરી એકવાર વાઘોડિયા 136 મત વિસ્તારમાં ગ્રામ જનો નાં વિકાસલક્ષી કામો અંગે સરકારી તંત્ર ની આળસ ના કારણે જ્યાં ત્યાં બુમો ઉઠવા પામતા જેમાં પણ વાઘોડિયા તાલુકા સહિત વડોદરા તાલુકા ના ઘણા જાગૃત નાગરિકો સાથે ના જુના નિકટના સંબંધો ના કારણે પોતાના ગામ વિસ્તાર ના વિકાસ ના કામો માં ઢીલ વતૉતા ના અહેવાલો ને ધ્યાને લઇને પવિત્ર તહેવાર ગણપતિ મહોત્સવ વિઘ્નહર્તા ના શુભ આશિષ સાથે વાઘોડિયા નગરમાં જન સંપર્ક કાર્યાલય નો શુભારંભ વેળાએ દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિરોધી ઓ નું નામ લીધા વગર આડે હાથે લ ઇ ને હુંકાર ભરતાં જણાવ્યું હતું કે વાઘોડિયા 136 મત વિસ્તારમાં ભાજપ ને લાવનાર અને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ હતાં વાઘોડિયા માં અધીકારી રાજ થી ચાલતા વહિવટ થી થાકેલી પ્રજા ને થતી તકલીફો હેરાનગતિ ના મામલે અધીકારીઓને 14 મુ રતન બતાવી દેવાની ચિમકી ઉચ્ચારી હતી સાથે સાથે પ્રવચન માં એમ જણાવ્યું હતું કે હું માત્ર ભગવાન થી ડરું છું હું બિજ કોઈ ના થી ડરતો નથી કોઇના માથે શિંગડા ઉગ્યા નથી કોઈ નું નામ લીધા વિના બે નંબરીયા ઓ નહીં સુધરે તો ઠેકાણે પાડી દ ઇશ ની ગભીત ચિમકી ઉચ્ચારી હતી વાઘોડિયા મત વિસ્તારમાં ભાજપના રાજમાં ચાલતા અધીકારી રાજ ના વહિવટ થી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાનાં કારણે પ્રજાજનો એ તેમણે ફરીથી સક્રિય રાજકારણમાં આવવાની હાકલ કરી હતી પ્રજા જનો ની સમસ્યાઓ ને વાચા આપવા માટે ફરી એકવાર વાઘોડિયા નગરમાં યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયત ની ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ પક્ષને મુકીને લોકશાહી મોરચો બનાવી ને આવનાર ચુંટણી ઓ નાં જંગે મેદાનમાં ચુંટણી ઓ લડવા ના સંકેતો પોતાના પ્રવચનમાં રજૂ કર્યા હતા આમ એકંદરે વાઘોડિયા નગરમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના જન સંપર્ક કાર્યાલય ના શુભારંભ થી તેમના જુના ચાહકો માં ખુશી ની લહેર વ્યાપી ઉઠી હતી

REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here