MAHESANA : બેફામ દોડતા ડમ્પરે સ્કૂલ બસને મારી ટક્કર, બે બાળકો ઈજાગ્રસ્ત

0
12
meetarticle

મહેસાણામાં ગાંધીનગર લિંક રોડ પર બેફામ ડમ્પર ચાલકે સ્કૂલ બસને ટક્કર મારી છે. અકસ્માતમાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે સવારના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્કૂલના બાળકોથી ભરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસમાં સવાર બાળકો અને સ્ટાફમાં ફાળ પડી ગઈ હતી.

અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. ડમ્પરની ટક્કરને કારણે બસમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયત સુધારા પર હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગાંધીનગર લિંક રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ડમ્પરના નંબર મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here