પ્રાપ્ત થતી માહિતી અનુસાર નમનાર પાસે એક કાર ચાલક પોતાની ઓરા કાર લઈને દેવ ચોકડી તરફથી નમનાર તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કારની પાછળથી આવતી એક સ્કોર્પિયો ગાડીએ આ કારચાલક ને અડફટે માં લઈને આ શંકાસ્પદ શખ્સો 200 થી 300 મીટર સુધી આગળ નીકળી ગયા હતા અને વાહન છોડીને એવો ફરાર થઈ ગયા હતા ત્યારે કારચાલક દ્વારા તાબડતોબ 112 ઉપર ફોન કરીને ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ ગાડીમાં સવાર ઈસમો ભાગી છુટવામાં સફળ થયા હતા.

કોઠંબા પોલીસ અને એસ ઓ જી ને આ કારમાંથી 200 થી 250 કિલો જેટલો પોસ ડોડાનો વિશાળ જથ્થો મળી આવવા પામ્યો હતો ત્યારે ઝડપી પાડવામાં આવેલ પોષ ડોડાનો એક કિલોનો ભાવ અંદાજે રૂપિયા 15,000 જેટલો થવા જાય છે ત્યારે પકડાયેલા કુલ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 37 લાખ જેટલી થવા પામે છે .જ્યારે બીજી બાજુ પ્રાથમિક માહિતી મુજબ આ સ્કોર્પિયો કારમાંથી એક રિવોલ્વર તેમજ અન્ય રાજ્યની ગાડીની નંબર પ્લેટો પણ મળી આવવા પામી હોવાનું જાણવા મળે છે આ ઘટના બાબતે આણંદ ની એફએસએલ ટીમ દ્વારા સમગ્ર બાબતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એસ ઓ જી અને કોઠંબા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈને મુદ્દા માલને કબજે કરવામાં આવ્યો હતો અને સ્કોર્પિયો ગાડીમાંથી મળી આવેલ પોશ ડોડા નું વજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ગાડીની આગળ લગાવેલ નંબર પ્લેટ તેમજ ગાડીમાંથી મળી આવેલી અલગ રાજ્ય ની નંબર પ્લેટ ઉપર થી સ્પષ્ટ થાય છે કે આ આરોપીઓ નંબર પ્લેટો બદલીને આવી ઘટનાની અંજામ આપતા હોવાનું જણાઈ રહ્યું છે. નંબર પ્લેટ બદલીને આ શખ્સો દ્વારા પોલીસની આંખોમાં ધૂળ નાખીને આવા કારોબાર ને અંજામ આપતા હોય એવું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે
પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ scorpio ગાડી માંથી એક રિવોલ્વર પણ મળી આવી હોવાનું જણાઈ રહ્યું છે.
ત્યારે આ ગંભીર લેખાતી બાબતે કોઠંબા પોલીસ તેમજ એસોજીની ટીમે ભારે સતર્કતા દાખવીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને પોશ ડોડા નો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
હાલમાં આરોપીઓ ઘટના સ્થળે જ પોતાની સ્કોર્પિયો ગાડી મૂકીને ફરાર થઈ ગયેલા છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને આરોપીઓની શોધખોડ શરૂ કરી દીધી છે તેમજ ઘટના સ્થળના નજીકના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહિસાગર
