મહીસાગર જીલ્લામાં કમોસમી વરસાદને કારણે વિવિધ માર્ગોને ભારે નુકસાન થયું હતું. જેને ધ્યાનમાં રાખીને, મહીસાગર જીલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે સજાગ થઈ -સંતરામપુરથી ઝાલોદ રોડ પર રિપેરીગનું કાર્ય યુધ્ધના ધોરણે પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યુ છે.

આ માર્ગ પર પસાર થતા વાહનચાલકો તથા આ સમારકામમાં માર્ગ પર પડેલા ખાડાઓ ભરવા અને જરૂરી પેચવર્ક અને પેવર પટ્ટાની કામગીરી પર પર વિશેષ ધ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, જેથી કરીને માર્ગની સપાટી મજબૂત અને અવરજવર માટે સલામત બની શકે. માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિસ્તારના રોડ-રસ્તાઓને અગ્રતા આપીને શરૂ કરાયેલા આ સમારકામથી હવે અવરજવર સરળ અને વધુ સુરક્ષિત બનશે.
REPOTER : દિલીપભાઈ બારીઆ

