MAHISAGAR : મોડાસા ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાંછેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

0
51
meetarticle

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઇ .એમ.કે.ખાંટ ની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.


દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. મહેંદ્રસિંહ નંદુસિંહનાઓને બાતમી મળેલ કે મોડાસા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૯૨૪૦૮૬૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૬(૪) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી- ભુપેંદ્રભાઇ તખતભાઇ પટેલીયા રહે. પટેલીયા ફળીયુ ઝારા, તા.લુણાવાડા જી- મહીસાગરનાનો લુણાવાડા મધવાસ દરવાજા આગળ ઉભેલ છે જે માહિતી આધારે સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરત ઉપરોકત કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here