મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી. એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.
જે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથસિંહ તથા આ.હે.કો. મહિપાલસિંહ ઉમેદસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી નીકળી ડીટવાસ, લિંબડીયા થઇ વિરપુર તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો લિંબડીયા ચાર રસ્તા પાસે વાહન ચેકીંગમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરના સ્વિફ્ટ ગાડી આવતા ગાડીને વાહનોની આડાશ કરી રોકી લીધેલ તથા ગાડી ચાલક તેમજ બીજા એક ઇસમને ઝડપી લીધેલ. બાદ સદર ગાડી પંચો રૂબરુ ચેક કરતા તેમાં વિદેશી દારૂની પેટીઓ હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ જાપ્તા સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની ટીન બીયર કુલ નંગ ૨૮૮ કુલ રૂ. ૫૪,૪૮૦/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂ. ૦૬,૩૭,૭૭૦/-નો મળી આવેલ જે અંગે બાકોર પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ-
(૧) માલવ ભરતભાઇ પંચાલ (૨) પવન ભરતભાઈ પંચાલ, બન્ને રહે.એ/૭, ૪૦૩, સુકન સ્માઇલ, દીગ્વીજય નગર રાણીપ અમદાવાદ તથા એ.૧૦૩ નૈયા એપાર્ટમેન્ટ, એસ.પી.રીંગ રોડ રામોલ અમદાવાદ મુળ રહે.નગર ચોક જામખંભાળીયા, તા.દ્વારકા જી.જામનગર
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

