MAHISAGAR : ભારતના એક અગ્રણી રવિ પાક ચણાની પ્રાકૃતિક કૃષિ વિષે જાણીએ

0
40
meetarticle

ચણાની ખેતી માટે વાવણીનો આદર્શ સમય ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધીનો છે
પ્રાકૃતિક કૃષિ અંતર્ગત આપણે આગળ પણ અન્ય પાકો વિષે વાત કરેલ છે આજે એક એવો પાક જે ભારતનો એક અગ્રણી રવિ પાક છે અને તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે તેવા ચણાની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી વિષે જાણીશું . ખેતીમાં રસાયણોના વધતા ઉપયોગ અને જમીનના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ચણાના ઉત્પાદન માટે એક આશાસ્પદ અને ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

પ્રાકૃતિક કૃષિ હેઠળ ચણાનું વાવેતર મુખ્યત્વે ચાર આધારસ્તંભો પર નિર્ભર છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાફસા વાવણી કરતા પહેલા, બીજને ફૂગ અને રોગથી બચાવવા માટે બીજામૃત વડે માવજત આપવામાં આવે છે. વાવણીનો આદર્શ સમય ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆત સુધીનો છે. પાક વૃદ્ધિના તબક્કા દરમિયાન, જીવામૃત નો ઉપયોગ સમયાંતરે સિંચાઈના પાણી સાથે અથવા સીધો જમીન પર કરવામાં આવે છે. જીવામૃત એ અબજો ફાયદાકારક સૂક્ષ્મ જીવોનું ઘર છે જે જમીનને જીવંત બનાવે છે અને પોષક તત્વોને પાક માટે ઉપલબ્ધ કરાવે છે. આ પદ્ધતિમાં જમીનને ઢાંકવા માટે પાકના અવશેષોનો ઉપયોગ આચ્છાદન તરીકે થાય છે, જે જમીનમાં ભેજ જાળવી રાખે છે અને નીંદણને નિયંત્રિત કરે છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ચણાના પાકને જીવાત અને રોગોથી બચાવવા માટે નીમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા કુદરતી નિવારકોનો ઉપયોગ કરવામાં આવે છે, આ પદ્ધતિથી તૈયાર થયેલા ચણાની ગુણવત્તા માત્ર રાસાયણિક મુક્ત જ નહીં, પરંતુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવીને જમીન, પાણી અને પર્યાવરણને લાંબા ગાળા માટે સુરક્ષિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા, મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here