મહીસાગર જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુણાવાડા તાલુકામાં આવેલાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની આસપાસ ઊગી નીકળેલા જંગલી વનસ્પતિઓના કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેના કારણે રાહદારીઓ માટે જોખમી રસ્તાઓ બન્યા હતા

તેને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા લુણાવાડા તાલુકાના વરધરી.ઢેસિયા ભલાડા જેવા ગ્રામ્ય વિસ્તારના જંગલી વનસ્પતિઓને દૂર કરવામાં માર્ગ મકાન સ્ટેટ વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. જે કામગીરી ખૂબ જ સુંદર અને રાહદારીઓ માટે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતા વાહન ચાલકો મુસાફર જનતા માટે એક ખુશીની લહેર જોવા મળી હતી. આ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પસાર થતા વાહન ચાલકો માટે તું તુ મેં મેના દ્રશ્યો જોવા મળતા હતા. જેના કારણે અનેક સમસ્યાઓ પડતી હતી જેના કારણે વાહન ચાલકોના ધ્યાનમાં રાખીને માર્ગ મકાન અને સ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા જંગલ કટીંગ જાડી ઝાખરાની સાફ સફાઈ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે.
REPOTER: દિલીપભાઈ બારીઆ

