મહીસાગર જિલ્લાના સંતરામપુરથી ગોધરા વાયા સંતરોડ,મોરવા ટ્રીપ મારી મુસાફરોનું વહન કરી જતી મિની લક્ઝરી બસના ચાલકે બસ પૂરઝડપે હંકારી જતાં સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.જેથી સંતરામપુરના બાયપાસ રોડ ઉપર વાકાનાળા પાસે દીવાલ તોડી બે વ્યક્તિને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા.

સંતરામપુરના બાયપાસ રોડ ઉપર નવી વસાહત નજીક વાકાનાળા-નરસીંગપુર પાસે દીવાલ તોડી બે વ્યક્તિને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં મિની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી ૧૧ મુસાફરોને ઇજા થતાં તેમને સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.ઇજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિ શારદાબેન ગોવિંદભાઈ રાવળ અને પ્રભાત ભાઈ ચતુરભાઈ પટેલીયા બંને (રહે.આગરવાડા તા. મોરવાહડફ) ને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. મિની લક્ઝરી બસનો ચાલક કીરીટભાઇ ભુરાભાઈ પટૈવ (રહે. કસનપુર)ને પણ ઇજા થતાં તેને પણ સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. અકસ્માતમાં નવી વસાહત નરસીગપુરના કમલેશ પંચાલ અને રાજેશભાઈ ઉર્ફે રાજુ મંગીલાલ વીસપડા રહે નરસીગપુરને મીની લક્ઝરી બસના ચાલકે અડફેટમાં લેતા તેમના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
આ અકસ્માતની જાણ થતાં સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

