MAHISAGAR : મોડીફાઇડ સાયલેન્સરો લગાડી ફરતા વાહનચાલકો વિરૂધ્ધકાર્યવાહી કરતી મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ

0
40
meetarticle

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન સાહેબ નાઓએ કાળા કાચ લગાડી ફરતા વાહનચાલકો વિરુધ્ધ ચલાવેલ અસરકારક ડ્રાઇવ બાદ હવે મહીસાગર જિલ્લામાં આર.ટી.ઓ કચેરીની પરમિશન વિના કંપની ફિટેડ સાયલેન્સર કાઢી નાખી, તેની જગ્યાએ ખુબ જ કર્કશ અને ઘોંઘાટભર્યો અવાજ થાય તેવા મોડીફાઇડ સાયલેન્સર લગાડી, જાહેર રોડ ઉપર ચલાવી, જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી તથા હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ દર્દીઓ તેમજ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડી ત્રાસદાયક વાતાવરણ ઊભું કરતા તથા ઘણી વખત અસામાજિક તત્વો દ્વારા સામાન્ય નાગરિકો ઉપર ધાક જમાવવા માટે આવા મોડીફાઇડ સાયલેન્સરવાળા કે નંબર પ્લેટ વગરના કે રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અંજાય જાય તેવી એલ.ઇ.ડી લાઇટ લગાડી ફરતા વાહનચાલકો વિરૂધ્ધ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.

જે અન્વયે જિલ્લા ટ્રાફિક શાખા, મહીસાગરના પો.સ.ઇ. શક્તિસિંહ ઝાલા નાઓએ જિલ્લા ટ્રાફિક શાખાના માણસો સાથે સંતરામપુર, બાકોર તથા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન વાહનચેકિંગ કરી આવા મોડીફાઇડ સાયલેન્સર લગાડી ફરતા કુલ- ૦૬ બુલેટ વાહનો મોટર વ્હીકલ એકટ મુજબ ડિટેઇન કરી તથા બીજા અન્ય બુલેટ વાહનોને મોટર વ્હીકલ એક્ટની જુદી-જુદી જોગવાઇઓનુ ભંગ કરવા બદલ રૂ.૨૮,૫૦૦/- જેટલો સ્થળદંડ કરેલ છે. અને આગામી દિવસોમાં આ કામગીરી સમગ્ર મહીસાગર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે.

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here