મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ ખાતે આજ રોજ લુણાવાડા વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ સેવા પર્વ ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વન વિભાગના એસીએફ સાહેબ, આર.એફ.ઓ સાહેબ તેમજ વન વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. સાથે સાથે પરીમલ હાઉસકૂલ રામપુર પાદેડી શાળા, નાના વડદલા અને મોટા વડદલા પ્રાથમિક શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

શાળાના બાળકો, ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ જાતનાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને કારણે ગામમાં હરિયાળીનું સંવર્ધન થશે અને પર્યાવરણ જાગૃતિમાં વધારો થશે.
REPOTER : કાનજી ધામોત મહિસાગર

