MAHISAGAR : વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન

0
61
meetarticle

મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી આખલાઓનો ત્રાસ વધ્યો ગયો છે નગરના મુખ્ય બજાર વિસ્તારથી લઇ રહેણાંક વિસ્તારોમાં આખલાઓના ઝૂંડના કારણે લોકો હેરાન થયા છે.

થોડા દિવસો પહેલા રાતના સમયે અચાનક ૧૫થી ૨૦ આખલાઓ નગરમાં અજાણ્યા શખ્સો ઉતારી ગયા છે.નગરના જનતા સીનેમા ,મુકેશ્વર મહાદેવ ચોકડી, હાઈસ્કૂલ ચોકડી,બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પર આખલાઓના ઝુંડ બેફામ દોડે છે.જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.દુકાનો તેમજ ફૂટપાથ પર બેઠેલા વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ આખલાઓ થોડાક દિવસો અગાઉ રાત્રે ઉતારી ગયા હતા. સ્કૂલ-કોલેજ જતાં વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકોને આખલાઓના ડરથી બહાર નીકળવું મુશ્કેલ છે.તંત્ર દ્વારા વહેલી તકે આખલાઓનો ત્રાસ દૂર કરે તેવી માગ ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here