મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગ્રામ પંચાયતમા આવેલા વાડી પ્રાથમિક શાળાના પરિસરમાં મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લાની અધ્યક્ષતામાં ગણિત–વિજ્ઞાન પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું હતું. નાનાં–મોટાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવાનો હેતુ ધરાવતું આ પ્રદર્શન તાલુકા સ્તરે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રદર્શનમાં કુલ 58 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી,

જે કૃતિઓને પાંચ જુદા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મોડલ, પ્રોજેક્ટ અને પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.કાર્યક્રમના પ્રથમ સેશનમાં જિલ્લામાંથી વિવિધ ગણમાન્ય મહેમાનોની વિશેષ હાજરી રહી હતી. જિલ્લા પંચાયતના સભ્ય એસ.બી. ખાંટ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ, તાલુકા લાયઝન અધિકારી, BRC કો-ઓર્ડિનેટર નિરવ બારોટ, બંને સંઘોના પ્રમુખ, ચેરમેનશ્રીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રયત્નોની પ્રશંસા સાથે તેમને પ્રોત્સાહન અપાયું હતું.કાર્યક્રમના બીજા સેશનમાં બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે ખાસ ઉપસ્થિતિની શોભા વધારી હતી. સાથે જિલ્લા બાળ વિકાસ સમિતિના ચેરમેન મયંકભાઈ જોષી, તાલુકા પંચાયતનાં અધ્યક્ષ મંગુબેન અર્જુનસિંહ, તેમજ સ્થાનિક સરપંચ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમને લોકવ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીચર સોસાયટીના ચેરમેન દેવુંભાઈ ઉપાધ્યાયે સુંદર રીતે કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉત્તમ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…..
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

