મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહ અન્વયે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહીલાઓની જાતીય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ)અધિનિયમ-2013 અન્વયે માર્ગદર્શન સેમિનારનું આયોજન જીલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ સેમિનારમાં જેન્ડર રિસોર્સ સેન્ટર,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી જેન્ડર રિસોર્સ ઓફિસર શેલેન્દ્રાકુમારી ઝાલા અને મહેન્દ્ર મકવાણા એ ઉપસ્થિત રહી જાતિગત સંવેદનશીલતા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયેની જોગવાઈઑ થતા આંતરિક સમિતિ દ્વારા ફરિયાદ અન્વયે અનુસરવાની કાર્યપદ્ધતિ બાબતે ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જીલ્લા આર્યુવેદ કચેરીથી ડો.ભક્તિ શાહ દ્વારા મહિલાઓને માનસિક આરોગ્ય વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. સેમિનારમાં સિનિયર સિવિલ જજશ્રી અને સેક્રેટરીશ્રી જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ મહિસાગર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, નાયબ ચુંટણી અધિકારીશ્રી, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી,મહિલા અને બાળ અધિકારીશ્રી, જીલ્લા આર્યુવેદ અધિકારીશ્રી તેમજ જિલ્લા કચેરીઓ ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર..


