મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL), કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા તાજેતરમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાઓમાં ૬ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વાર વીજ જોડાણોની ચકાસણી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ વીજળીના દુરુપયોગ અને વીજ ચોરીને અટકાવવાનો છે, જેથી કંપનીની આવક અને વીજ વ્યવસ્થાની ગુણવત્તા જાળવી શકાય.

આ ચકાસણી દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કુલ ૧૬૭ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૪ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતા, જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૫.૩૦ લાખ જેટલું થાય છે. અને સંતરામપુર તાલુકામાં ૧૫૮ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૫ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ હતા, જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૦.૯૦ લાખ જેટલું થાય છે. આમ, બંને તાલુકામાં કુલ ૩૨૫ વીજ જોડાણમાંથી કુલ ૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. આ ગેરરીતિ બદલ કુલ ૧૬.૨૦ લાખનું અંદાજિત વીજ ચોરી બિલ ફટકારવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના કાયદેસર ઉપયોગ અંગે ગ્રાહકોને જાગૃત રહેવા વિનંતી કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની આકસ્મિક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા ,મહિસાગર

