MAHISAGAR : આદિજાતિ વિભાગની “બોર્ડર વિલેજ યોજના” હેઠળ લુણાવાડા ખાતેથી બસ સેવાનો શુભારંભ

0
39
meetarticle

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “બોર્ડર વિલેજ યોજના” અંતર્ગત સરહદી ગામોના વિદ્યાર્થીઓને તેમના ઘરેથી જ શાળા સુધી સરળતાથી અપ-ડાઉન કરી શકે તે માટે બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પહેલથી બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને તેમનો શૈક્ષણિક વિકાસ વધુ સરળ બનશે.આ બસ સેવાનું ઉદ્ઘાટન લુણાવાડા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, અગ્રણી મહીસાગર જીલ્લા પ્રમુખદશરથભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આદિજાતિ વિકાસ વિભાગની આ યોજના સરહદી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

REPOTER : મહીસાગર, વીરભદ્ર સિંહ સિસોદીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here