મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેવા સૂચના આપ્યા બાદ પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા માટે કટિબદ્ધ થયું હોય તેમ લાગી રહ્યું છે.

લુણાવાડા પોલીસ મથકે વર્ષ 2024 ના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથતાળી આપી સંતાતો ફરતો હતો.
આરોપીને ઝડપી લેવા લુણાવાડા ડીવાયએસપી કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસના પીઆઇ જે એસ વડવીએ ખાનગી બાતમીદારો રોકી હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી જુદી જુદી ટીમો બનાવી તપાસ કરાવાતાં નાસ્તો કરતો આરોપી ચિરાગભાઈ પરસોતમ તુરી રહે. શાંતિનગર, લુણાવાડા ઝડપાઈ ગયો હતો.
જેને જેલના સળિયા પાછળ ધકેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી….
રિપોર્ટર…… સંદીપ દેવાશ્રયી…

