મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . એમ.કે.ખાંટની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

જે દરમ્યાન બાબલીયા ચોકડી પાસે રસ્તા ઉપર એક ગ્રે કલરની ક્રેટા ગાડી નંબર GJ-06-PE-3474 શંકાસ્પદ હાલતમાં નીકળેલ હોય સદર ક્રેટા ગાડીને રસ્તા ની સાઇડમાં ઉભી રખાવી ક્રેટા ગાડી ના ડ્રાઇવર ઇસમ ને પૂછપરછ કરતા સદર ગાડીની નંબર પ્લેટ ખોટી હોવાનુ જણાય આવતા એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગાડી બાબતે વધુ તપાસ કરતા ગાડીનો સાચો રજીસ્ટ્રેશન નંબર RJ 36 CA 8880 નો હોવાનુ જણાય આવેલ તેમજ સદર ક્રેટા ગાડીમાંથી અન્ય ડુપ્લીકેટ નંબર પ્લેટો મળી આવતા સદર ઇસમને ઝડપી પાડી બાકોર પો.સ્ટે. ખાતે આરોપી અશોક મોહનલાલજી બિશ્નોઈ ઉ.વ.૨૧ રહે. વાડા વાડવી વિષ્નુનગર તા. બાગોડા જી.જાલોર (રાજસ્થાન) વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમનુ નામ – અશોક મોહનલાલજી બિશ્નોઈ ઉ.વ.૨૧ રહે. વાડા વાડવી વિષ્ણુનગર તા.બાગોડા જી.જાલો ર (રાજસ્થાન)……..
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી……. મહીસાગર…….

