મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

જે દરમ્યાન ચોપડા ગામ પાસે રસ્તા ઉપર એક ઇસમ પ્લાસ્ટિકનો થેલા લઈ શંકાસ્પદ રીતે ફરતો જોવા મળતા હોય એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઇસમને રસ્તા ઉપર ઉભો રાખી સદર ઇસમ પાસે રહેલ પ્લાસ્ટિકના થેલા ની તપાસ કરતા પ્લાસ્ટિકના થેલામાંથી એક ઇન્વર્ટર અને એક બેટરી મળી આવતા આ અંગે ઇસમને વધુ પૂછપરછ કરતા ઇન્વર્ટર અને બેટરી ગોધરાથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદર આરોપી અતુલકુમાર કિશોરભાઈ ચૌહાણ ઉ.વ.૩૧ રહે. ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાઓને કાયદેસરની કાર્યવાહી કરી લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે સોપવામા આવેલ છે.
પકડાયેલ ઇસમનુ નામ – અતુલકુમાર કિશોરભાઈ ચૌહાણ ઉ.વ.૩૧ રહે. ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી…… મહીસાગર…….

