લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી ખાતે ડીજે વગાડવાની કોમ્પિટિશનમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનવા પામતા જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ થવા પામી છે આ ઘટના અંગે કોઠંબા પોલીસ દ્વારા લાલ આંખ કરીને ડીજે માલિકો સહિત પાંચ લોકો અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પાસે એક ડીજ તો ઉભું જ હતું ત્યારે ત્યાં બીજું ડીજે લાવીને બંને ડીજે દ્વારા કાન ચીરી નાખે તેવા બુલંદ અવાજમાં સંગીત વગાડવાની સ્પર્ધા જોરસોર થી શરૂ થવા પામી હતી ત્યારબાદ એકાએક શરૂ થયેલી આ બંને ડીજેની સ્પર્ધા બાદ ગણતરી ની મિનિટોમાં જ બંને પક્ષો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થવા પામી હતી. બોલાચારી નો આ મામલો શાંત ન પડતો વધુ ઉગ્ર બન્યો હતો અને આ ઉગ્ર બનેલો મામલો મારામારીની ઘટના સુધી પહોંચી ગયો હતો ત્યારે મારામારીની આ ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા.
ત્યારે લાલસર ચોકડી ખાતે બંને ડીજે દ્વારા આ પ્રકારની હરીફાઈ યોજીને જાહેર શાંતિનો ભંગ કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
કોઠંબા પોલીસ સ્ટેશને મારામારીની આ ઘટના બાબતે પ્રદીપકુમાર ચૌહાણ, સચિન ચૌહાણ, કલ્પેશ ઠાકોર, અજય પરમાર, જીગર ઝાલા અને અન્ય બીજા અજાણ્યા લોકોના ટોળા સામે પોલીસે ગુનો દાખલ કરેલ છે પોલીસ દ્વારા આરોપીઓની ઝડપી પાડવા માટે વધુ તપાસ પણ હાથ ધરેલી છે.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર.

