પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અંસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . એમ.કે.ખાંટની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જીલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.

જે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. રાહુલકુમાર લાલજીસિંહ તથા આ.પો.કો. મનિષભાઇ સેલાભાઇ નાઓને સંયુકત બાતમી મળેલ કે લુણાવાડા ટાઉન વિસ્તારના ડોકવા ગામની સીમમાં એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી કોતરના કીનારે ઝાડી-ઝાખરામાં અવાવરૂ જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ થેલાઓ મુકી નાસી ગયેલ છે. જે ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસોએ સદર બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઝાડી-ઝાખરામાં થેલાઓ મુકેલ હોય જેમાં પંચો રુબરૂ ચેક કરતા વિદેશી દારૂની બોટલો ભરેલી હોવાનુ જણાવી આવતા થેલાઓને એલ.સી.બી. ઓફીસ લાવી વધુ ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો કુલ નંગ ૫૩૩ કુલ રૂ. ૦૧,૬૩,૪૦૪/- નો વિદેશી દારૂ મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ : દિલીપભાઈ બારીઆ

