વાઘોડિયા તાલુકાના ભરચક વિસ્તાર જરોદ રેફરલ ચોકડી પર વડોદરા થી હાલોલ તરફ જતા મહાકાય ટ્રેલર ની એકાએક બેક ફેલ થતાં ચાલકની કાબેલિયત સાથે હિંમતભેર ચોકડી પર સવારે સ્કુલ નો 11 વાગ્યા નો સમય હોવાથી વિદ્યાર્થીઓ અને વાહનો સાથે સાથે ગાયો નાં ટોળા એમ બધા ને બચાવવા માટે ચાલક ની સમયસુચકતા અને કાબેલિયત સાથે ટ્રેલર નું સ્ટેરીંગ ડ્રાઇવર સાઇડ પર વાળી ને બન્ને રોડ ક્રોસ કરીને રોડ ની સાઇડ પર આવેલ વરસાદી પાણી ની કાંસ માં ટ્રેલર ને ખાબકી દેતા ચાર રસ્તા પર ની સદનસીબે મોટી હોનારત ટળતા સૌ કોઇ હાશકારો અનુભવ્યો હતો
સદનસીબે ચાલક ટ્રેલર માં એકલો જ હતો જેને કોઈ જાનહાનિ થઇ નથી જ્યારે ટ્રેલર નો આગળનો ભાગ વરસાદી પાણી ની કાંસ માં સ્વાહા થઇ જવા પામ્યો હતો ટ્રેલર ચાલક ને નજરે નિહાળનાર વટેમાર્ગુ ઓ એ પોતાની કોઠાસૂઝ થી વિધાથીર્ઓ અને ગાયો નાં ઝુંડ ને બચાવવા માટે પોતાની જાન જોખમમાં મૂકી ને વરસાદી પાણી ની ઉંડી કાંસ માં ટ્રેલર ને ખાબકી દેતા સૌ એ શાબાશી આપી હતી
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


