TOP NEWS : ઉત્તરાખંડમાં મહા તબાહી, ધરાલીમાં આજથી હેલી રેસ્ક્યુ ઓપરેશન શરૂ

0
85
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ )  ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઇ છે. અત્યાર સુધી 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો અનેક લોકો હજુ પણ લાપતા છે. છેલ્લાં કેટલાય કલાકોથી સતત રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને ખીરગંગા નદીમાં આવ્યુ પૂર.પૂરને કારણે લાખો ટન મલબા નીચે આખુને આખુ ગામ દબાઇ ગયુ.

જનપદ ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે ભટવાડી પાસે ભૂધસાવને કારણે હાલ બંધ છે. જેને 36 કલાકની કડી મહેનત બાદ પણ ખોલી નથી શકાયો. હાલ પણ તેને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. બીઆરઓ પાસે ઓછી મશીનરી હોવાને કારણે ભટવાડીથી આગળ રસ્તો ખુલ્લો નથી મૂકાયો. આજે પણ સામાન્ય વરસાદની શક્યતા છે.

ધરાલી ગામમાં આજે હેલી રેસ્ક્યુ ઓપરેશન કરાશે શરૂ

ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં આવેલી આફતનો આજે ત્રીજો દિવસ છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ ઉત્તરકાશી આફતને લઇને તાગ મેળવ્યો હતો. છેલ્લાં 36 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યુ છે. જેમાં વધુ 2 વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. જેને લઇને મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.ઉત્તરકાશીથી લઇને ગંગોત્રીઘાટી સુધી વાતાવરણ હાલ સાફ છે. પરંતુ ધીમે ધીમે તે ભૂધસાવને ખસેડવામાં આવી રહ્યુ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here