સુરત શહેરના વરાછા વિસ્તારમાં 32 કરોડના હીરાની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે ખુલાસો કર્યો છે કે 32 કરોડના હીરાની ખરેખર તો ચોરી થઇ જ નથી અને જે ફરિયાદી છે તેણે જ આ ખોટું તરકટ રચ્યું હતું. હીરા કંપનીના માલીક પર 30 કરોડનું દેવુ થતાં તેણે વીમો પકવીને દેવુ ભરવાનો કારસો રચ્યો હતો. વરાછામાં આવેલી હીરાની કંપની ડી કે સન્સ માંમથી 18 એગષ્ટે 32 કરોડના હીરાની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરતા ફરિયાદ કરનાર કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી હોવાનું અને તેણે જ વીમો પકવવાનો કારસો રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે કહ્યું કે હીરા લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે કંપનીના માલિક પર 30 કરોડનું દેવું થયું હતું અને તેણે દેવું ભરપાઇ કરવા તથા વીમો પકવવા તરકટ રચ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીમાં કોઇ પણ પ્રકારના હીરાની ચોરી થઇ નથી.પોલીસ કમિશનરે કહ્યું કે મુખ્ય આરોપી દેવેન્દ્ર, તેના પુત્ર પિયુષની ધરપકડ કરાઇ છે તો તેને મદદ કરનાર ડ્રાઇવર વિકાસ અને રામજીવનની પણ ધરપકડ કરાઇ છે. તેમણે એમ પણ કહ્યું કે ડ્રાઇવર વિકાસ ઘટના બાદ દુબઇ ભાગી જવાનો હતો અને તેણે દુબઇની ટિકિટ પણ બુક કરાવી હતી. ચારથી પાંચ લોકોએ સાથે મળીને તરકટ રચ્યું હતું. આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ કરાઇ રહી હોવાનું જણાવ્યું હતું.
સુનિલ ગાંજાવાલા સાથે સી.અને 24 ન્યુઝ સુરત

