શ્રદ્ધા કપૂરની કેરિયરમાં ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી ટુ’ ફિલ્મો મહત્વની સાબિત થઈ હતી. આ ફિલ્મોના નિર્માતા દિનેશ વિજને હવે શ્રદ્ધાને એક ઐતિહાસિક ફિલ્મ માટે સાઈન કરી છે.
ફિલ્મનું દિગ્દર્શન ‘છાવા’ના દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર કરવાના છે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હશે. જેનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ છ મહિના સુધી ચાલશે અને ૨૦૨૬ના ઉતરાર્ધમાં રીલિઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક નર્તકીના રોલમાં જોવા મળશે. શ્રદ્ધાએ તૈયારીના ભાગરુપે ક્લાસિકલ ડાન્સની તાલીમ પણ શરુ કરી દીધી હોવાનું કહેવાય છે.


