KHEDA : 2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

0
61
meetarticle
 કપડવંજના અંતિસરના સીમ વિસ્તારમાંથી રૂા. બે લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

કપડવંજ તાલુકાના અંતિસરના સીમ વિસ્તારમાંથી તા. ૨૬મીને મંગળવારે પસાર થતી કારને ગ્રામ્ય પોલીસે ઉભી રાખી તલાશી લીધી હતી. ત્યારે કારમાંથી રૂા. બે લાખથી વધુની કિંમતના બિયરના ૯૧૪ ટીન ઝડપાયા હતા. પોલીસે ઝડપાયેલા કારના ચાલકની પૂછપરછ કરતા કાર ચાલક નીકુંજ દિલીપકુમાર કલાલ (રહે. પોહરી, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બિયરનો જથ્થો ધીરજ ઉર્ફે વિજયકુમાર પ્રતાપભાઈ બારૈયા (વિરસદપુરા)એ મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રૂા. ૯.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here