જેતપુરના કારખાનામાં તમાકુ લેવા જવાનું કહેતા ઇજા પામનારે તમાકુ લેવા જવાની ના પાડતા આરોપીએ ઇજા પામનારનો કોલર પકડી બોલાચાલી કરેલ હતી. અને તે વાતનો ખાર રાખી આરોપી રાત્રીના સમયે ઇજા પામનાર સુતા હોય તે વખતે લોખંડનાં કોઇ ધારદાર હથીયાર વડે ઇજા પામનારને માથાના ભાગે મારમારી ગંભીર ઇજા કરી, આરોપી નાશી ગયેલ. જે બનાવ અનુસંધાને જેતપુર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
કારખાનામાં મારામારી કરી નાશી જનાર આરોપીને તાત્કાલીક શોધી કાઢવા માટે સુચના કરેલ હતી. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમીયાન એ.એસ.આઇ. મિલનસિંહ ડોડીયા તથા હેડ કોન્સ.સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ.ભગીરથસિંહ જાડેજા નાઓને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ રીતે ખાનગી હકીકત મળેલ કે, મારામારી કરી નાશી જનાર આરોપી ગાંધીનગર કેપીટલ ટ્રેનમાં બેસીને હાલ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે ઉતરેલ અને ત્યા રેલ્વે સ્ટેશન ખાતે હાજર છે. અને આરોપી પોતાના વતન મધ્યપ્રદેશ જવાની ફીરાકમાં હોવાની હકીકત આધારે તુરંત જ રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ રેલ્વે પોલીસનો સંપર્ક કરી, મારામારીના ગંભીર ગુનાનો આરોપી જયસિંગ કુંવરસિંગ ગોંડ રહે. જેતપુર, જુનાગઢ રોડ, કિર્તન સોલારના ગોડાઉનની બાજુમાં, કારખાનાની ઓરડીમાં, મુળ રહે. મલાયા ગામ, તા.જેતપર, જી.શહડોલ, રાજ્ય-મધ્યપ્રદેશ ને રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી લીધેલ હતો.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,


