GUJARAT : અંકલેશ્વર નજીક પરણિત પ્રેમી અને પ્રેમિકાનો આપઘાત

0
64
meetarticle

અંકલેશ્વરના કડકિયા કોલેજ નજીક બોઈદ્રા જતા માર્ગ પર આવેલી આંબાવાડીમાં એક દુ:ખદ ઘટના બની છે, જેમાં એક પરણિત યુવક અને તેની પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


મળતી માહિતી મુજબ, બોઈદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ અરવિંદ વસાવા (ઉંમર આશરે ૨૫) અને તેની પ્રેમિકા તનીષા વસાવા (ઉંમર આશરે ૨૨) એ આંબાના વૃક્ષ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રાહુલ વસાવાએ આત્મહત્યા કરતા પહેલા તેના મોટા પપ્પાના દીકરા મેહુલ વસાવાને વોટ્સએપ પર મેસેજ કરીને જાણ કરી હતી. મેસેજમાં તેણે જણાવ્યું હતું કે તે કડકિયા કોલેજથી બોઈદ્રા જતા માર્ગ પર પોતાની ગાડી પાર્ક કરીને આંબાવાડીમાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
આ મેસેજ મળતા જ મેહુલભાઈ પોતાના મિત્રો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંબાવાડીમાં શોધખોળ કરતા બંનેના મૃતદેહ અલગ-અલગ દોરડા પર લટકતા જોયા હતા.
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રાહુલ વસાવા પરણિત હતો અને સંભવતઃ તેમના લગ્ન શક્ય ન હોવાથી બંનેએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

REPOTER : કેતન મહેતા, અંકલેશ્વર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here