મંગળવારે અમેરિકાના એરિઝોના રાજ્યના નાવાજો નેશન વિસ્તારમાં એક નાનું મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા.
ઘટનામાં 4 લોકોના મોત
મળતી માહિતી પ્રમાણે અમેરિકાના એરિઝોનાના નાવાજો વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન અચાનક ક્રેશ થયું હતુ અને અચાનક તેમાં આગ લાગી ગઇ હતી. આ ઘટનમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. આ જાણકારી ત્યાના અધિકારી દ્વારા આપાવમાં આવી છે. આ દુ્ર્ઘટનામાં સામેલ વિમાન બીચક્રાફ્ટ કિંગ એર 300 હતુ. જે સીએસઆઇ એવિએશન કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ વિમાન ન્યુ મેક્સિકોના અલ્બુકર્ક શહેરથી ઉડાન ભરી હતી. વિમાનમાં બે પાયલોટ સાથે બે સ્વાસ્થ્ય કર્મીઓ સવાર હતા.
લેન્ડ કરતાં સમયે જ વિમાન ક્રેશ થયુ
અહેવાલો અનુસાર, વિમાન ચિનલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતુ અને બાદમાં ગંભીર હાલતમાં દર્દીને લઇને પાછાં આલ્બુક્રક પાછું ફરવાનુ હતુ. પરંતુ એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે કોઇ ટેકનિકલ ખરાબીને કારણે વિમાન હવામાં જ ક્રેશ થઇ ગયુ અને વિમાનમાં અચાનક આગ લાગી. નાવા જો પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, તે વિમાન ચિનલે એરપોર્ટ પર ઉતરવાની તૈયારી જ કરી રહ્યા હતા પરંતુ અફસોસ વિમાનમાં કોઇ ગડબડી થઇ. આ ઘટના મંગળવારે બપોરના સમયે બની હતી. પ્લેનક્રેશની ઘટનામાં 2 પાયલોટ અને 2 સ્વાસ્થ્યકર્મીના મોત નીપજ્યા છે.


