પરમ સંત કૃપાલ સિંહજી મહારાજની 51મી બરસી ભંડારાના પવિત્ર પ્રસંગે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સૈકડો ભાઈ-બહેનો ભેગા થઈને મહારાજજી ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
કાર્યક્રમમાં સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજનું વિડિયો સત્સંગ પ્રસારિત થયું. તેમણે જણાવ્યું: “પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ માનવ એકતા ના મસીહા હતા. તેમણે લાખો લોકોને ધ્યાન અભ્યાસ દ્વારા પરમાત્માના દિવ્ય પ્રેમનો અનુભવ કરાવ્યો અને 1974 માં માનવ એકતા સંમેલન યોજીને દર્શાવ્યું કે આપણે બધા ભાઈ-બહેનો છીએ.”
સંત રાજીન્દર સિંહજી મહારાજે કહ્યું કે: “મહારાજ જેવા મહાન સંતો ને યાદ કરવાનો સાચો માર્ગ એ છે કે આપણે તેમની શિક્ષાઓને જીવનમાં ઉતારી લઈએ અને દૈનિક ધ્યાન અભ્યાસ કરીને પરમાત્માની જ્યોતિનો અનુભવ કરીએ.”
મહારાજની યાદમાં ગોધરા, અમદાવાદ તથા ભારતના અનેક રાજ્યોમાં હજારો લોકોને ભોજન વિતરિત કર્યું અને મિશન નું સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવ્યું. શાંતિ અવેદના સદન, રાજનગર, નવી દિલ્હી ખાતે કેન્સર પીડિતો ની દવાઓ, ફળ અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
પરમ સંત કૃપાલ સિંહજી મહારાજે વિવિધ ધર્મોના સંતોને એક મંચ પર લાવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો. તેમની અધ્યક્ષતામાં વિશ્વ ધર્મ સંમેલન (1957, 1965, 1969, 1970) યોજાયા હતા.
પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ એવા પ્રથમ મહાપુરુષ હતા જેઓએ 1 ઓગસ્ટ, 1974 ના રોજ ભારતીય સંસદને સંબોધન કર્યું હતું અને વિશ્વકલ્યાણ માટે શાસનમાં રૂહાનિયત લાવવાની વાત કરી હતી.
તેમના નિજધામ પ્રસ્થાન બાદ સંત દર્શન સિંહજી મહારાજે આ કાર્યને આગળ વધાર્યું અને હાલમાં સંત રાજીન્દર સિંહજી મહારાજ સમગ્ર વિશ્વમાં રૂહાનિયતનો સંદેશ ઝડપથી ફેલાવી રહ્યા છે.
સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 22 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com
આજે સાવન કૃપાલ રૂહાની મિશનના 3200 થી વધુ કેન્દ્રો સમગ્ર વિશ્વમાં કાર્યરત છે અને મિશનનું સાહિત્ય 55થી વધુ ભાષામાં પ્રકાશિત થાય છે. મિશનનું મુખ્યાલય વિજયનગર, દિલ્હીમાં છે અને આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં આવેલું છે.
સાવન કૃપાલ રૂહાની મિશન


