જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદશ્રી અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જે પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા, ડીસ્ટ્રીક્ટ મિનરલ ફોઉન્ડેશન, વિવિધ યોજના અંતર્ગત વિકાસ કામો, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના વિકાસ કામો પર ચર્ચા વિચારણા કરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આદિ કર્મયોગી અભિયાનની તાલીમ, રોડ સેફટી, લેન્ડ ગ્રેબીંગ, ઈ-સેવા સોસાયટી અને અંતિત કાયદો વ્યવસ્થા સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રી ગાર્ગી જૈનને અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેકટર સુશ્રી મુસ્કાન ડાગર, ડીઆરડીએના નિયામક કે.ડી. ભગત, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, બોડેલી એસડીએમ ભૂમિકાબેન સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર



