TOP NEWS : ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ

0
130
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 7 જિલ્લામાં યલો ઍલર્ટ અને બાકીના જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 

આ સિવાય ગુજરાતના બાકીના 22 જિલ્લામાં 4 વાગ્યા સુધી ઑરેન્જ ઍલર્ટ રહેશે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.

7 જિલ્લામાં યલો ઍલર્ટ

આ સિવાય ગુજરાતના 7 જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો ઍલર્ટ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, પોરબંદર અને દ્વારકાનો સમાવેશ થાય છે. જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવાર(30 ઑગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બરની આગાહી

આગામી 31 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

3-4 સપ્ટેમ્બરની આગાહી

3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here