પોરબંદર માં આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં ધણા વર્ષો થી શ્રી મહેર શક્તિ સેના ના એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં છાયા મહેર સમાજ થી મેળાના મેદાન સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવે છે . જેમાં ભાઈ ,બહેનો દ્વારા પારંપરિક પરીધાન સાથે ની ઉપસ્થિતિ ખાસ કેન્દ્ર સ્થાને હોય છે
મેળમાં સેવા આપતા સરકારી કે પ્રાઈવેટ સંસ્થાઓ કે સમાજ સેવી વ્યક્તિ ઓનું વિશેષ સન્માન પણ શ્રી શક્તિ સેના દ્વારા કરવામાં આવે છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેકટર સ્ટાફ, હોમ ગાર્ડ જવાનો, ઈલેક્ટ્રીક વિભાગ, સુરક્ષા એજન્સીઓ,મિડીયા , સહિત ના તમામ ને એમની સેવા બદલ અભિવાદન ના રુપે સન્માન કરી આખા મેળાના મેદાનમાં થઈ મુખ્ય સ્ટેજ સુધી પહોંચી ત્યાં વિશ્વ પ્રસિદ્ધ મણીયારો રાસ ઢોલ શરણાઈ ના શૂર સાથે શૌર્ય રાસ પ્રસ્તુત કરવામાં આવે છે તો આ વર્ષે પણ વરસાદી માહોલ ની વચ્ચે પણ શ્રી મહેર શક્તિ સેના દ્વારા તા૧૮,૮,૨૦૨૫ ના રોજ આ કાર્યક્રમ નું આયોજન થયેલું આ તકે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો , સંસ્થા ના તમામ હોદેદારો સભ્ય શ્રી ઓ ને જ્ઞાતિ બંધુઓ ની સાથે બહેનો એ પણ હાજરી આપી પરંપરા,ને સંસ્કૃતિ ના દર્શન કરાવતા અસ્મિતા ને ઉજાગર કરવાના નમ્ર પ્રયાસો સાથે ખુબજ ઉત્સાહ પુર્વક આ પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી .
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


