MEHSANA : મોઢેરા ચોકડી પાસેથી ખેડૂતપુત્રની બાઈકની ચોરી:પાર્ક કરીને યુવક દુકાનમાં મોબાઈલ લેવા ગયો ને ગણતરીની મિનિટોમાં ઉઠાંતરી

0
15
meetarticle

મહેસાણા શહેરની વ્યસ્ત ગણાતી મોઢેરા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાન આગળ પાર્ક કરેલું મોટરસાઈકલ કોઈ અજાણ્યો શખસ ચોરી કરી રફુચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે તળેટી પટેલવાસના રહીશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ લાલજીભાઈ પટેલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

થોડી વાર બાદ બહાર આવતા બાઈક ગાયબ હતું
ફરિયાદી ગોવિંદભાઈનો 18 વર્ષીય પુત્ર યુગ ગત 20 માર્ચના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર GJ-02-EM-4445 લઈને મોઢેરા ચોકડી ખાતે આવેલી ‘ફોનવાલે’ નામની દુકાને ગયો હતો. રિપેરિંગમાં આપેલો મોબાઈલ પરત લેવા માટે તેણે પોતાનું બાઈક દુકાનની બહાર પાર્ક કર્યું હતું. જોકે થોડી જ વારમાં મોબાઈલ લઈને બહાર આવીને જોતા પાર્ક કરેલું બાઈક ત્યાં મળી આવ્યું નહોતું.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
પુત્રએ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે અંદાજે રૂ 60 હજારની કિંમતનું 2025નું આ નવું મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયું હોવાની ખાતરી થતા ગોવિંદભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here