MEHSANA : રિંગ રોડ પર બનાવેલા ડિવાઇડર પાસેનું ગટર લાઈનનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ચોક

0
10
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (0.54453665, 0.33716676);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
meetarticle

મહેસાણા જિલ્લાનું વડનગર ઐતિહાસિક નગરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદ્રે વતન તરીકે ઓળખાય છે.  તો વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ પણ આવેલું છે અને આ મ્યુઝિયમને જોવા માટે ઘણા પર્યટકો આવતા હોય છે.  ત્યારે અમર થોર દરવાજે આવેલ મ્યુઝિયમ  પાસે આવેલા રિંગ રોડ પર બનાવેલા ડિવાઇડર ને અડીને ગટર લાઈન નું ઢાંકણું આવેલું છે જે ગટર કેટલાય સમયથી ચોક થઈ ગઈ હોય એવું લાગે છે અને ગટરના ઢાંકણા માંથી પાણી બહાર આવે છે અને એ રીંગરોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે તો આ પાણીનો નિકાલ ના આવતા નવો બનાવેલો રોડ ઉપર આ ગટરના પાણીના હિસાબે ખાડા પડી ગયા છે.  

ડિવાઈડર ઉપર આવેલી સ્ટેટ લાઈટ નું કનેક્શન પણ આડા રોડ ઉપર જોવા મળે છે. છતાં આજદિન સુધી આનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. તો સ્ટેટ લાઈટ ના વાયર ત્યાંથી નીકળે છે અને એ રોડ ઉપરથી કેટલાય વાહનોની અવર-જવર છે. તો ગામડાઓને અને મ્યુઝિયમ જવા માટે આ મેન રીંગરોડ છે અને કોઈ એ ઈલેક્ટ્રીક વાય ની પાઇપ પણ ખુલ્લી દેખાય છે ત્યારે જો  કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ? આ પાણી જે રોડ ઉપર જાય છે ત્યાં પણ એક ઐતિહાસિક ગૌરીકુંડ આવેલો છે અને આ ગટર લાઈનના પાણીના કારણે નવો બનાવેલો રોડ પણ તૂટી ગયો છે. છતાં પણ  નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. કેટલાય સમયથી આ ગટર ઉભરાય છે જેને લઇ  બહારથી આવનાર પર્યટકોને મુશ્કેલી ઉભી થવા પામી છે. ત્યારે હવે નગરપાલિકા દ્વારા આ ઉભરાતી ગટર ના પાણી નો નિકાલ થશે કે કેમ એ હવે જોવાનું રહ્યું ?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here