મહેસાણાના વડનગર તાલુકાના સુંઢીયા ગામે પોલીસે રેડ કરીને ખેતરમાં આવેલી ઓરડીમાંથી ૧.૪૪ લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ ૭૨૦ રીલનો જથ્થો જપ્ત કર્યો અને ખેતર માલિક બાબુજી ચતુરજી રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે, દોરી સપ્લાય કરનાર હરેશ ઉર્ફે ભીખા પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે, વડનગર પોલીસે કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

17 નવેમ્બર 2025ના રોજ રાધનપુરમાં ચાઇનીઝ દોરીથી એક શિક્ષકનું ગળુ કપાયું, દોરી વાગતા આવ્યા 14 ટાંકા
ઉતરાયણના મહિનાઓ પહેલા ચાઇનીઝ દોરીનો આંતક શરૂ થયો છે, જેમાં પાટણના રાધનપુરમાં ચાઈનીઝ દોરીથી શિક્ષક પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા છે, હાઇવે પર બાઇક પર પસાર થતા તે દરમિયાન ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા છે, શિક્ષક નરેશ બારોટને ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા 14 ટાંકા આવ્યા છે અને આદર્શ વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવીને પરત ફરતા બન્યો બનાવ.
17 નવેમ્બર 2025ના રોજ આણંદમાં યુવતીને ગળામાં ચાઇનીઝ દોરી વાગતા થઈ હતી લોહીલુહાણ
યુવતીના ગળા પર ગંભીર ઈજા થઈ હોવા છતાં તેનો જીવ બચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ યુવતીના પિતાએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ પણ નડિયાદમાં ચાઇનીઝ દોરીના કારણે 20 વર્ષીય એક યુવતીનો જીવ ગયો હતો. આ ઘટના પુરવાર કરે છે કે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે, જેથી નિર્દોષ લોકોનો જીવ જોખમમાં ન મુકાય.

