MEHSANA : આંબલિયાસણમાં વિદ્યાર્થીઓની નવી પહેલ, 200થી વધુ ચકલીઘર બનાવ્યા, આપ્યો ખાસ સંદેશ

0
13
meetarticle

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના સંરક્ષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહેસાણાના આંબલિયાસણ ખાતે આવેલી શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી અનોખી પહેલ કરી છે.

શાળાના પ્રતિબદ્ધ શિક્ષકની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ધોરણના 10 વિદ્યાર્થીઓએ ચકલીઓના સંરક્ષણ માટે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા જાગૃત થાય તે માટે ખાસ માર્ગદર્શન આપતા હોય છે.  વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને ઉત્સાહથી આ વર્ષે અંદાજિત 200થી વધુ ચકલીઘર એટલે કે પંખી માળા તૈયાર કર્યા છે.  એક સમય એવો હતો જ્યારે ચકલી આપણા ઘરઆંગણે કલબલ કરતી અને માનવ જીવનનો માટે ગણાતો અવિભાજ્ય ભાગ, પરંતુ આધુનિક વિકાસ અને કોન્ક્રીટના જંગલ વચ્ચે ચકલી ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે.  

દર વર્ષે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ચકલી વિશે જાગૃતિ ફેલાવવાનો છે. હાલમાં ચકલીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, રહેણાંક માળખામાં આવેલા ફેરફારો, બગીચાઓ અને કુદરતી સ્થળોની ઘટતી સંખ્યા તથા ખાસ કરીને મોબાઇલ  ટાવરના રેડિએશન જેવા પરિબળો ચકલીઓના અસ્તિત્વ માટે ખતરો બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ માત્ર ચકલીઘર બનાવ્યા જ નહીં પરંતુ સમાજને કરી બતાવ્યું કે, નાની-નાના પ્રયાસોથી પ્રકૃતિને બચાવવાનો મોટો સંદેશ આપી શકાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here