વાવ ખાતે અંડર ગ્રાઉન્ડ વોટર ટાંકીની સફાઈ થતા કાપ મૂકવામાં આવ્યો છે, પાણી કાપને લઈ નાગરિકોને અગાઉથી જાણ કરાઈ, મહેસાણા જિલ્લા માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ વિકાસ યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકારે શરૂ કરેલા વિકાસ કામો સામે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ સર્જાયો છે.

ધરોઈ ડેમ નજીકના વિસ્તામાં આવતા પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે
ધરોઈ ડેમ સહિતના આજુબાજુના વિસ્તારોમાં થઈ રહેલા વિકાસ કાર્યના કારણે પાંચ ગામના ખેડૂતોને પોતાની જમીન ખોવી પડશે તેવા ડર સાથે ધરોઈ વિસ્તારના ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ધરોઈ ડેમ નજીકના વિસ્તામાં આવતા પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

