MEHSANA : ઊંઝામાં ઓવર બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતી બ્રિજની નીચે પટકાઈ

0
45
meetarticle

ઊંઝા હાઈવે પર ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે એક્ટિવા ચાલક યુવતીને ટક્કર મારી હતી.કારની ટક્કર વાગતા યુવતી બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. ઓવરબ્રિજ પરથી નીચે પટકાયેલી યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.

ઊંઝા હાઇવે ઓવરબ્રિજ ઉપર હીટ એન્ડ રનનો બનાવ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઊંઝા ચોકડી પર બનેલા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે એક્ટિવા સવાર યુવતીને ટક્કર મારી હતી. કારની ટક્કરથી એક્ટિવા ચાલક યુવતી ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. 40 ફૂટ ઊંચા ઓવર બ્રિજ પરથી નીચે પટકાયેલી યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ ઊંઝા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને સમગ્ર અકસ્માતના કેસની વધુ તપાસ હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here