ઉંઝા અને આસપાસના વિસ્તારોમાં GST વિભાગે વિશેષ તપાસ શરૂ કરી છે. ઉંઝામાં પેઢી અને ટ્રાન્સપોર્ટ સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે, જ્યારે ઉનાવા અને મક્તુપુર નજીક ફેક્ટરીઓમાં પણ સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

ફેક્ટરીઓમાં મોડી રાત સુધી તપાસ
અહેવાલ મુજબ ફેક્ટરીમાં સર્ચની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી. GSTના અધિકારીઓ તમામ ડોક્યુમેન્ટ્સ, રસીદો અને વ્યવસાય સંબંધિત કાગળપત્રોની તપાસમાં વ્યસ્ત રહ્યા.
બજારમાં વલણ અને વેપારીઓની ચિંતા
GSTના દરોડા અને તપાસના કારણે માર્કેટયાર્ડમાં વેપારીઓમાં ચિંતા અને ફફડાટ જોવા મળ્યો. અચાનક GST વિભાગના અધિકારીઓ ત્રાટકતા વેપારીઓમાં ભય જોવા મળ્યો હતો

