ગામના સર્વે નંબર 333નો વેચાણ દસ્તાવેજ થઈ ગયો અને 10 ડિસેમ્બર 2025એ સર્વે નં.333 વાળી જમીનનો દસ્તાવેજ થયો હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બિલ્ડરના નામે‘તરસનીયા પરા’ થઈ ગયું અને બિલ્ડર મિલન પટેલે જમીન વેચાણ રાખી દસ્તાવેજ કર્યો છે, 500ની વસતી ધરાવતાં વડાવી ગામની જમીન વેચાઈ છે અને શાળાના આચાર્યના ધ્યાને આવતા વાંધા અરજી કરી હતી, આચાર્ય દ્વારા વાંધા અરજી કરતાં તંત્ર થયું દોડતું.

કડીના વડાવી ગામના સર્વે નંબર 333 જમીન ઉપરના તરસનીયા પરાનો દસ્તાવેજ કરી દેતાં તંત્ર દોડતું થયું
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 અને 334 વાળી જમીનમાં તરસનીયા પરૂ વર્ષોથી વસેલું છે.જેમાં સર્વે નંબર 333 વાળી જમીનમાં તરસનીયા પરા માં પ્રાથમિક શાળા, આંગણવાડી,ટ્યુબવેલ અને ગામ લોકો વસે છે. જેમાં સર્વે નંબર 333 જમીનનો વેચાણ દસ્તાવેજ થઇ ગયા હોવાની જાણ થતા તંત્ર હરકતમાં આવ્યું છે.
મામલતદાર કચેરી કડી દ્વારા 1976 માં બીન અમલી કરાતાં તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યાં હતાં
કડી તાલુકાનું વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વે નંબર 333 અને સર્વે નંબર 334 પર તરસનીયા પરૂ વર્ષોથી વસેલું છે. જે તરસનીયા પરામાં ઠાકોર, રબારી જ્ઞાતિના આશરે 500 વ્યક્તિઓ વસવાટ કરે છે. જે ગામના કુલ 289 જેટલા મતદારો મતદાન બુથ નંબર વડાવી 03 તસરનીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978 માં થયેલી છે. તે અગાઉથી ગામલોકો વસેલા છે.પરામાં મહાદેવનુ મંદિર,આંગણવાડી પણ આવેલી છે. જે સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણોતીયા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976 માં બીન અમલી કરાતાં તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યાં હતાં.
મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજીસ્ટાર કચેરીમાં કર્યો હતો
જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી બે બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલિન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત રાખવાનો હુકમ પણ કરેલો છે. ત્યારબાદ ગત 10 ડિસેમ્બર 2025 ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજીસ્ટાર કચેરીમાં કર્યો હતો . ત્યારબાદ તપાસ કરતા જે સર્વે નંબર 333 વાળી જમીન ઉપર તરસનીયા પરૂ વસેલું છે અને પ્રાથમિક શાળા,આંગણવાડી કાર્યરત છે તે સર્વે નંબર 333 વાળી જમીનનો કડીની સબ રજીસ્ટાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરીને કોઈ અમદાવાદના બિલ્ડર મિલનભાઈ પટેલે કર્યો હોવાની હકીકત સામે આવી હતી.જે અંગે પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કડી મામલતદાર,સબ રજીસ્ટાર,ટીડીઓ,પ્રાંત અધિકારી સહિતને આપેલ હતુ.

