MEHSANA : કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, વિસનગર પંથકમાં મુશળધાર વર્ષાથી ખેડૂતોમાં ફેલાયો ફફડાટ

0
39
meetarticle

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેર અને તેના ગ્રામીણ વિસ્તારોમાં આજે અચાનક વરસાદનું આગમન થયું હતું. આ વરસાદ ક્યાંક ધીમીધારે વરસ્યો હતો, તો ક્યાંક મુસળધાર વરસાદે ધબધબાટી બોલાવી દીધી હતી. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

વિસનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ

વિસનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક ધીમો પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિસનગર આસપાસના ગ્રામીણ પંથકમાં વરસાદની તીવ્રતા વધુ રહેતા ખેતરોમાં પાણી ભરાયા હતા. આ કમોસમી વરસાદના આગમનથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ચોમાસા અને તાજેતરમાં પડેલા માવઠા બાદ ખેડૂતોએ શિયાળુ તૈયાર પાકને ઉતારવાની તૈયારીમાં હતા.

વરસાદથી ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી

ખેતરમાં તૈયાર થયેલા ડાંગર, મગફળી, કપાસ જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વળી જમીનમાં ભેજનું પ્રમાણ વધી જવાથી હવે પછી થનારી વાવણીમાં પણ વિલંબ થઈ શકે છે. વારંવાર પડતા આ માવઠાને કારણે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. જેથી કરીને તેમને આ આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here